ચંદીગઢઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા એટલે અંતિમ તબક્કામાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધએ પોતાની પત્ની સાતે મતદાન કર્યુ, આ દરમિયાન તેને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યો હતાં. કહ્યું તેમને આ લડાઇ સાચુ અને જુઠ્ઠાની છે. આ લડાઇ ધર્મ અને અધર્મની છે. આમાં પાર્ટીઓ કરતાં ભારતની હાર અને જીત થવાની છે.

સિદ્ધુએ આ દરમિયાન બીજેપી અને મોદી પર સીધા પ્રહાર કર્યો, કહ્યું, પીએમ મોદી બે યોજનાઓ માટે ઓળખાશે. પહેલુ દેશના યુવા બેરોજગાર માટે છે 'પકોડા' યોજના અને બીજી દેશના અમીરો માટે છે 'ભગોડા' યોજના.



સિદ્ધુએ વધુમાં કહ્યું કે, બીજેપીએ દેશને જાતિ અને ધર્મના નામે વહેંચ્યો છે. લોકોને જે વચનો આપ્યા હતા, તેનાથી તે દુર ભાગ્યા છે. આ દરમિયાન તેમને પીએમ મોદીને અનર્થશાસ્ત્રી ગણાવ્યા હતા.