Sucharita Mohanty: ઓડિશાની પુરી લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ પાર્ટીને ટિકિટ પરત કરી દીધી છે. મોહંતીએ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખીને ટિકિટ પરત કરવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું છે કે તેમને પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે મળનારી રકમ આપવામાં આવી નથી, જેના કારણે તે પ્રચાર કરી શકતી નથી. સુચારિતા મોહંતી પુરી સીટ પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે ચૂંટણી લડી રહી હતી.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પુરી લોકસભા સીટ માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. આ સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 મે છે. ભાજપના અરૂપ પટનાયક અને ભાજપના સંબિત પાત્રાએ ઉમેદવારી નોંધાવી છે. મોહંતીનું નામાંકન હજુ બાકી છે. સુરતમાં પક્ષના ઉમેદવારનું નામાંકન રદ થતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા જ્યાકે પુરીના કોંગ્રેસના ઉમેદવારે પક્ષને ટિકિટ પરત કરી છે જ્યારે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી.
'પાર્ટીએ ફંડ આપવાનો ઇનકાર કર્યો'
ઓડિશા ટીવીના અહેવાલ મુજબ, કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ ફંડ ન મળવાની પોતાની સમસ્યા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું ચૂંટણી અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ભંડોળ આપવાનો ઇનકાર કર્યો છે. AICC ઓડિશાના પ્રભારી ડૉ. અજોય કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે હું પ્રચારની તમામની જવાબદારી ઉઠાવીશ
તેણીએ કહ્યું હતું કે "હું સેલેરી મેળવનારી પત્રકાર હતી જેણે 10 વર્ષ પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પુરીમાં મારા પ્રચાર માટે મેં મારું સર્વસ્વ આપી દીધું છે. મેં મારા ચૂંટણી અભિયાનને સમર્થન આપવા માટે જાહેર દાન અભિયાન પણ ચલાવ્યું હતું. પરંતુ હજુ સુધી મને બહુ સફળતા મળી નથી. આ મેં ચૂંટણી પ્રચાર પરનો ખર્ચ ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો છે.
સુચારિતાએ કહ્યું, "મને અફસોસ છે કે પાર્ટી ફંડિંગ વિના પુરીમાં પ્રચાર શક્ય નહીં બને. તેથી હું પુરી સંસદીય મતવિસ્તાર માટે કોંગ્રેસની ટિકિટ પરત કરી રહી છું."