Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ તબક્કામાં કુલ 11.13 કરોડથી વધુ મતદારો 889 ઉમેદવારોનું ભાવિ સીલ કરશે. જે અંતર્ગત દિલ્હીમાં પણ આજ લોકસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની સાત બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. આ વખતે 13637 મતદાન મથકો પર 1.52 કરોડ લોકો 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે વોટિંગ કર્યા બાદ શું કહ્યું
ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સ્વામી દયાનંદ સર્વોદય કન્યા વિદ્યાલય, જૂના રાજીન્દર નગરમાંથી પોતાનો મત આપ્યો હતો વોટિંગ કર્યા બાદ તેણે કહ્યું, હું કહેવા માંગુ છું કે દરેક લોકો મત આપવો જોઈએ કારણ કે તે આપણી શક્તિ છે. લોકશાહીને વધુ શક્તિશાળી બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો ઘરની બહાર નીકળે.
વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા આગળ આવોઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, 'હું લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે આગળ આવવા વિનંતી કરું છું. દરેક મત ગણાય છે અને તમારો મત પણ એટલો જ મહત્વપૂર્ણ છે! ચૂંટણી પ્રક્રિયામાં જનતાની સક્રિય ભાગીદારી હોય ત્યારે જ લોકશાહી ખીલે છે અને ગતિશીલ દેખાય છે. મારી માતાઓ, બહેનો અને પુત્રીઓ તેમજ યુવા મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ અપીલ છે.
2011 વન ડે વર્લ્ડકપ ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતું, તેને મેચ વિનિંગ 97 રનની ઇનિંગ રમી હતી. તે સમયે શ્રીલંકન ટીમ ભારતીય ટીમને જીતવા માટે અને વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે 274 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જોકે, ટીમ ઇન્ડિયાઆ ટાર્ગેટને હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પીયનનો ખિતાબ જીતી લીધો હતો. તે મેચમાં કેપ્ટન ધોનીએ પણ શાનદાર બેટિંગ કરતાં 91 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં એમ એસ ધોનીને પ્લેયર ઓફ ધ મેચ અને યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો.