શોધખોળ કરો
Advertisement
દ્વારકાની ચૂંટણી રદ થતાં કોંગ્રેસના મેરામણ ગોરીયા સુપ્રીમ કોર્ટમાં શું કરશે અરજી? જાણો વિગત
હાઇકોર્ટના ચુકાદા પર પબુભા માણેકને સ્ટે ના મળે તે માટે અરજી ગોરીયા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના છે. ક્ષતિગ્રસ્ત રહી ગયેલ ફોર્મ જો ગેરલાયક ઠેરવાયતો બીજા નંબરના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી કરશે.
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે. જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે તો જ તેમનું ધારાસભ્ય પદ જળવાઈ રહે.
કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોઈ મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરતા નિર્ણય લેવાયો છે. ત્યારે મેરામણ ગોરીયા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના છે.
હાઇકોર્ટના ચુકાદા પર પબુભા માણેકને સ્ટે ના મળે તે માટે અરજી ગોરીયા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના છે. ક્ષતિગ્રસ્ત રહી ગયેલ ફોર્મ જો ગેરલાયક ઠેરવાયતો બીજા નંબરના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી કરશે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે મેરામણ ગોરીયાએ દિલ્લીમાં ધામા નાંખ્યા છે. આજે વકીલની સલાહ લઇને અરજી કરશે. સોમવારે તેઓ અરજી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement