નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર કોઇપણ પ્રકારની રોક નહીં લગાવે. કાયદા અનુસાર સાધ્વી પ્રજ્ઞાસિંહ પર ચૂંટણી પંચ ચૂંટણી લડવા પર રોક નથી લગાવી શકતુ. આ અંગેની તહસીન પૂનાવાલા નામના એક વ્યક્તિએ કરેલી અરજીને ચૂંટણી પંચે ફગાવી દીધી છે. તહસીન પૂનાવાલાએ સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.



ચૂંટણી પંચે તહસીન પૂનાવાલાની અરજીનો જવાબ આપતા કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ કોઇપણ કેસમાં દોષી ઠરી નથી, વધુમાં કહ્યું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દોષી ઠરે તો જ ચૂંટણી ના લડી શકાય, માત્ર આરોપી હોવાથી નહીં. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે, દોષી નથી.



માલેગાંવ બ્લાસ્ટ મામલો...
માલેગાંવ બ્લાસ્ટના આરોપમાં સાધ્વી પ્રજ્ઞાસિંહને વર્ષ 2008માં અરેસ્ટ કરી દેવામાં આવી હતી, તેને બૉમ્બે હાઇકોર્ટે 2017માં જામીન આપ્યા હતા. જોકે, સાધ્વી પ્રજ્ઞાસિંહને માલેગાંવ ધમાકા મામલે એનઆઇએ કોર્ટ દ્વારા નથી મળી શકી. જોકે, તે દોષી પણ નથી ઠરી માત્ર આરોપી છે.

નોંધનીય છે કે, તહસીન પૂનાવાલા નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દાનો આરોપ લાગેલો છે.