તમિલનાડુ: વેલ્લોર બેઠક પર લોકસભાની ચૂંટણી થઈ રદ, DMK ઉમેદવારના ઘરેથી મળ્યા હતા 15 કરોડ

તમિલનાડુમાં 18 એપ્રિલે મતદાન થવાનું છે. તમિલનાડુમાં એઆઈડીએમકે-બીજેપી ગઠબંધનનો મુકાબલો ડીએમકે-કૉંગ્રેસના ગઠબંધન સાથે છે.

Continues below advertisement
નવી દિલ્હી: તમિલાનાડુમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અહીં વેલ્લોર લોકસભા બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી છે. વેલ્લોરમાં ડીએમકેના ઉમેદાવાર અને તેમના સમર્થકોના ઘર આવકવેરા વિભાગે 15.53 કરોડ રૂપિયા જપ્ત કર્યાં હતા. તેના બાદ ચૂંટણી આયોગે આ મામલે કાર્યવાહી કરતા ચૂંટણી રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ઇનકમટેક્સ વિભાગની રિપોર્ટના આધરે જિલ્લા પ્રશાસને ડીએમકેના ઉમેદવાર કાતિર આનંદ અને બીજા બે વિરુદ્ધ કેસ નોંધાવ્યા હતો. ડીએમકેના વરિષ્ઠ નેતા દુરઈ મુરુગનના પુત્ર આનંદ વિરુદ્ધ જનપ્રતિનિધ કાનૂન હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 30 માર્ચે આવકવેરા વિભાગે દુરઈ મુરુગનના ઘરે ચૂંટણીમાં ગેરકાયદે પૈસાનો ઉપયોગ કરવાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ, લખનઉથી હશે ગઠબંધનના ઉમેદવાર ભાજપ-સપાના કયા નેતા સામે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો વેલ્લોરને છોડીને તમિલનાડુની તમામ 38 સીટો પર 18 એપ્રિલે મતદાન યોજાશે. તમિલનાડુમાં એઆઈડીએમકે-બીજેપી ગઠબંધનનો મુકાબલો ડીએમકે-કૉંગ્રેસના ગઠબંધન સાથે છે. તમિલાનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી 135.42 કરોડ રૂપિયા કેસ જપ્ત કરવામાં આવ્યા છે. સિદ્ધૂએ ડાંગના આહવામાં કરી ફટકાબાજી, PM મોદી પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો
Continues below advertisement
Sponsored Links by Taboola