Fact Check Viral video of PM Modi lookalike: લોકસભા ચૂંટણી 2024 તેના પાંચમા તબક્કા તરફ આગળ વધી રહી છે. ચૂંટણીના ઉત્સાહ વચ્ચે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ભેલપુરી જેવું કંઈક બનાવતો જોઈ શકાય છે. વીડિયોને રમૂજી રીતે શેર કરતી વખતે આ વ્યક્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યો છે.


જ્યારે વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો આ વીડિયો ગેરમાર્ગે દોરનારો સાબિત થયો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ પીએમ મોદી જેવો દેખાય છે. આ વીડિયોને કેટલાક લોકો કટાક્ષ કરીને વાયરલ કરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ આનંદભાઈ છે.


શું છે વાયરલ પોસ્ટ?


ફેસબુક યુઝર સાહિલ ખાને 27 એપ્રિલે એક વીડિયો અપલોડ કર્યો અને લખ્યું, “સાહેબે અત્યારથી કામ શરૂ કરી દીધું છે, ત્રીજો તબક્કો બાકી છે. #naxtpmrahulgandhi #LokSabhaElection2024 #RahulGandhi”


વાયરલ પોસ્ટના કન્ટેન્ટને જેમ છે તેમ જ અહી લખવામાં આવી છે. અન્ય યુઝર્સ પણ આને શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.


તપાસમાં શું બહાર આવ્યું?


વિશ્વાસ ન્યૂઝે કીવર્ડ સર્ચ કરીને તપાસ શરૂ કરી હતી. ટીમે સૌથી પહેલા યુટ્યુબ પર જઇને વાયરલ પોસ્ટના આધારે કેટલાક કીવર્ડ બનાવ્યા. પછી તેમને શોધવાનું શરૂ કર્યું. અમને ન્યૂઝ નેશન નામની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો રિપોર્ટ મળ્યો. આમાં તે જ વ્યક્તિ જોઈ શકાય છે જે વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અનિલ ભાઈ ઠક્કર પીએમ મોદી જેવા દેખાય છે. તે ગુજરાતના જૂનાગઢના રહેવાસી છે.


25 એપ્રિલે અપલોડ કરાયેલા આ વીડિયોના ડિસ્પ્રિક્શનમાં લખવામાં આવ્યું હતું કે, “ગુજરાતમાં આ પાણીપુરીવાળો ખૂબ ફેમસ થઇ રહ્યો છે, દેખાવમાં એકદમ વડાપ્રધાન મોદી જેવા દેખાય છે અનિલ ઠક્કર, અનિલભાઇ ઠક્કર જૂનાગઢના રહેવાસી છે. તેમના પહેલા તેમના પિતા અને દાદા પાણીપુરીની દુકાન ચલાવતા હતા. "અનિલ ઠક્કર 18 વર્ષના હતા ત્યારથી પાણીપુરીની દુકાન ચલાવે છે



આ સાથે સંબંધિત વીડિયો અન્ય ચેનલ પર પણ મળ્યા હતા



 


આજ તકની યુટ્યુબ ચેનલ પર શોર્ટ્સના રૂપમાં આનંદ ભાઈનો વીડિયો પણ જોવા મળ્યો હતો.



 


તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયાનો સંપર્ક કર્યો હતો. માહિતી આપતાં તેમણે કહ્યું કે વાયરલ વીડિયો વડાપ્રધાન મોદી જેવા દેખાતા વ્યક્તિ આનંદ ભાઈનો છે.


તપાસના અંતે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર સાહિલ ખાનને 3.8 હજાર લોકો ફોલો કરે છે. યુઝર્સ દિલ્હીમાં રહે છે.


શું હતું તારણ?


વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વડાપ્રધાન મોદી જેવા દેખાતા આનંદભાઇ ઠક્કરનો વીડિયોને કેટલાક લોકો કટાક્ષ તરીકે વડાપ્રધાન મોદી સાથે જોડીને વાયરલ કરી રહ્યા છે.



Disclaimer: This story was originally published by Vishvasnews and republished by ABP Live Hindi as part of the Shakti Collective.