Gujarat Election  2022:ગુજરાતમાં ગઇકાલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન થયુ. દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના 19 જિલ્લાની બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.


ગુજરાતમાં ગઇ કાલે  પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયુ છે. મંગળવારે પ્રથમ તબક્કાના પ્રચારનો છેલ્લો દિવસ હતો. દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના 19 જિલ્લાની બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કા હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારોમાં કુલ 2,39,76,670 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા અને 497 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ 4,91,35,400 નોંધાયેલા મતદારો છે.


મતદાનના પ્રથમ તબક્કામાં 25,434 મતદાન મથકો પર મતદાન થયુ. શહેરી વિસ્તારોમાં 9,018 અને ગ્રામીણ વિસ્તારોમાં 16,416. પ્રથમ તબક્કામાં કુલ 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ અને 38,749 VVPAT (વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. કુલ 2,20,288 પ્રશિક્ષિત અધિકારી-કર્મચારીઓ ફરજ પર રહેશે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઇડિંગ ઓફિસર અને 78,985 પોલિંગ ઓફિસર ફરજ પર હતા.


જો રાજકીય પક્ષોની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન તમામે ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તમામ નેતાઓ જનતાને રીઝવવા માટે તમામ પ્રયાસ કરી ચૂક્યાં છે.


ચાલો જાણીએ કે પ્રથમ તબક્કામાં ભાજપ, કોંગ્રેસ, AAP, AIMIM સહિત અન્ય તમામ પક્ષોએ કેટલી બેઠકો પર ઉમેદવારી કરી છે:



  • ભાજપે  કુલ 89 ઉમેદવારમાંથી 9 બેઠક પર ટિકિટ મહિલાને આપી છે તો 80 પુરૂષ ઉમેદવાર છે

  • કોંગ્રેસે કુલ 89 બેઠકમાંથી 6 મહિલાને ટિકિટ આપી છે તો 83 બેઠક પર પુરૂષોને આપી છે ટિકિટ

  • આપે કુલ 88 બેઠકમાં માંથી 6 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે તો 82 પુરૂષો મેદાન છે.

  • બસપાએ 57 બેઠક પરથી લડી રહી છે. જેમાં  7 મહિલા અને 30 પુરૂષ ઉમેદવાર મેદાન છે.

  • AIMIM કુલ 6 બેઠક પર પ્રથમ તબક્કામાં મેદાને છે જેમાં 6 પુરૂષ ઉમેદવારને ટિકિટ આપી છે.

  • અપક્ષ 339 બેઠક પર લડી રહી છે. જેમાં 34 મહિલા છે તો 305 પુરૂષો છે.


પ્રથમ તબક્કાના કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયાનો સમાવેશ થાય છે. ગુજરાત ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવવાના છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 92 બેઠકો જીતવી જરૂરી છે.