રાધનપુર: ગુજરાતની 6 વિધાનસબા બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર બરાબરનો જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ બેઠક જીતવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કોંગ્રેસ ઠાકોર કાર્ડ રમશે.


રાધનપુર બેઠક જીતવા માટે કોંગ્રેસે 16 તારીખે ઠાકોર સમાજના મહાસંમેલનનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરના ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કોંગ્રેસના તમામ ઠાકોર ધારાસભ્યો પણ હાજર રહેશે.  મહાસંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, બળદેવજી ઠાકોર, ગેની ઠાકોર, સીજે ચાવડા, ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકને ટિકિટ આપી છે.

જ્યારે કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પરથી પટેલ જશુભાઇ શિવાભાઇ, અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ તથા લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ, રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈ અને ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર

સુરતઃ વરાછામાં બીઆરટીએસની અડફેટમાં આધેડનું મોત, રાજસ્થાનથી આવ્યા હતા સાળાની ખબર અંતર પૂછવા

આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ..

ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત