ABP સર્વે: ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2019 10:19 PM (IST)
અમદાવાદ: એબીપી અસ્મિતાએ ગુજરાતના 78 પત્રકારો પાસે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપના ખાતામાં 20 સીટો આવી શકે છે. જ્યારે કૉંગ્રેસને 6 બેઠકો પર જીત મળી શકે છે. ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી સર્વે મુજબ ભાજપ 20 બેઠકો પર જીત મેળવી શકે છે. કૉંગ્રેસ 6 બેઠકો પર જીત મેળવી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. એબીપી અસ્મિતાના સર્વે મુજબ આણંદ, બનાસકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, અમરેલી અને પાટણ બેઠક પર કૉંગ્રેસ જીત મેળવી શકે છે.