Gujrat Election 2022:વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય બાદ એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે જેના કારણે રાજકારણના વતુર્ળમાં ભૂકંપ સર્જાયો છે. હવે NCPથી નારાજ મહિલા નેતા રેશમા પટેલે રાજીનામુ આપી દીધું છે.
ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તેમજ NCP ના પ્રાથમિક સદસ્યતા પરથી રેશમા પટેલે રાજીનામું દીધું છે. તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇને વિરમગામથી ચૂંટણી લડી શકે છે. તેવી શક્તાઓ જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આજ સીટ પરથી અનામત આંદોલન સમયના તેમના જૂના સાથી હાર્દિક પટેલ ભાજપની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે એનસીપીની ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું હતું અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બાદ તેમને સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેઓ આ નિર્ણયથી નારાજ હતા. ઉલ્લેખનિય છે કે, આપ પહેલા રેશમા પટેલને એનસીપીએ ગોંડલની બેઠક પર લડવાના હતા પરંતુ બાદ તેને ટિકિટ ન મળતાં નારાજ થઇને તેમણે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે,
NCPથી નારાજ રેશમા પટેલે શું કહ્યું?
“હું રેશ્મા પટેલ મારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપું છું અને NCPના પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપું છું.મે NCP પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યુ છે અને પાર્ટી ને મજબૂત બનાવવા માટે કામ કર્યુ છે.મે ગુજરાતના સત્તાધારીઓ ની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે,ગુજરાતમાં NCPના સક્રિય કાર્યકર નો ફર્જ નિભાવ્યો છે, મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપવામાં આવી હતી. આજે હું આ બન્ને જવાબદારી પરથી રાજીનામું આપું છું અને NCP પાર્ટી માંથી પણ રાજીનામું આપું છું.રાજનીતિમાં મહિલાઓના સંઘર્ષને તમે સમજી શકો છો, રાજનીતિની દષ્ટીકોણ એ છે કે તમે પોતાના સાથે થયેલ રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવો તો તમને રાજકીય સ્વાર્થનો ધબ્બો લગાવી બદનામ કરવામાં આવે છે. હું માત્ર એટલું સમજુ છું કે, જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે છે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.તમારા નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. NCP ના શિર્ષ નેતૃત્વને મારો આદર અર્પણ કરું છું”