તરૂણ ગજ્જર 15 દિવસ પહેલા ઘર છોડીને નીકળી ગયો હતો. તેના પિતાને ફોન કરવાનું પણ તેને જણાવ્યું હતું પરંતુ 15 દિવસ સુધી તેના પિતાએ ફોન કર્યો ન હતો. છેલ્લે તે કડી હોવાનું જાણવા મળ્યું હતું. તરૂણે આ પહેલા બે વખત 13 અને 17 એપ્રિલ 2019ના રોજ પાટણ અને અન્ય સભામાં હાર્દિકને લાફો મારવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
જેથી સ્પષ્ટ જણાય છે કે, જ્યાં-જ્યાં હાર્દિક સભા કરવા ગયો ત્યાં તરૂણ પણ જતો હતો. બલદાણામાં તેને મોકો મળી જતાં હાર્દિક લાફો મારી દીધો હતો. તરૂણે 7 માર્ચ 2015ના રોજ સોશિયલ મીડિયા પર નીતિન પટેલ દ્વારા થયેલા છત્રાલ ઓવરબ્રિજના લોકાર્પણની પત્રિકા પણ મુકી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ભાષણના વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તરૂણે 24 માર્ચ 2014માં તેના ફેસબુક એકાઉન્ટ પર એક મતની તાકાત અંગેની પોસ્ટ મુકી હતી.
અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. ચૂંટણીમાં એક-એક મતની ગણતરી હોય છે. નેતાઓના પ્રચાર-પ્રસાર દરમિયાન જ હાર્દિક પટેલને ભાષણ વખતે લાફો મારી દીધો હતો. એક મતની કિંમત શું હોય તે લોકોને સમજાવવા તેણે હાર્દિકને લાફો ચોડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.