EVM વિવાદઃ આવતીકાલે મતગણતરીના દિવસે હિંસાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કર્યા એલર્ટ
abpasmita.in | 22 May 2019 10:24 PM (IST)
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને લઇને ઉભા થયેલા વિવાદથી ગુરુવારે લોકસભા ચૂંટણીના મતગણતરી દરમિયાન હિંસા અથવા ગરબડની આશંકાને લઇને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપ્યું છે.
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને લઇને ઉભા થયેલા વિવાદથી ગુરુવારે લોકસભા ચૂંટણીના મતગણતરી દરમિયાન હિંસા અથવા ગરબડની આશંકાને લઇને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપ્યું છે. તે સિવાય કેટલાક નેતાઓ દ્ધારા હિંસા ભડકાવવાના નિવેદનો આપવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તમામ રાજ્યોને કાઉન્ટિંગ સ્થળ અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વધારવા માટે યોગ્ય પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. ગૃહ મંત્રાલયે આવતીકાલે મતગણતરીના દિવસે દેશના અલગ અલગ હિસ્સામાં હિંસા ભડકે તેવી આશંકાને પગલે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓને માહિતગાર કર્યા હતા. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા અને શાંતિ બનાવી રાખવા કહ્યું છે. આવું એટલા માટે કારણ કે અનેક પાર્ટીના નેતાઓ દ્ધારા મતગણતરીના દિવસે હિંસા ભડકાવવાની ધમકી આપ્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇવીએમ સાથે કથિત છેડછાડને લઇને કુશવાહાએ કહ્યુ હતું કે, જો આવું થયું તો રસ્તાઓ પર લોહીની નદીઓ વહેશે.