Karnataka Exit Poll Results 2023 Live Streaming: હાઇ સ્ટેક વાળી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે બુધવારે વહેલી સવારે મતદાન શરૂ થયુ, 224 બેઠકો પર ઉમેદવારોનો દાંવ લગાવવાની સાથે, ચૂંટણીને મુખ્ય રીતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની આગેવાની હેઠળના જનતા દળ (સેક્યૂલર) વચ્ચેના ત્રિકોણીય જંગ તરીકે જોવામાં આવી રહી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે સાત વાગ્યે મતદાન માટે મતદાન મથકો ખોલવામાં આવ્યા હતા અને તમામ કેન્દ્રો પર સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે.


રાજ્યભરના 58,545 મતદાન મથકો પર કુલ 5 કરોડ 31 લાખ 33 હજાર 54 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સોમવારે (8 મે) ના દિવસે સમાપ્ત થઇ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂતપૂર્વ કૉંગ્રેસ મહાસચિવ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બધાએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતુ. તમામે રાજ્યમાં પગ જમાવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો. મતગણતરી 13 મેના રોજ યોજાશે, કારણ કે આજે તમામ નેતાઓનું ભાવિ મતપેટીમાં સીલ થઈ જશે. ABP News-CVoter મતદાન પૂરું થયા પછી પોતાના એક્ઝિટ પૉલ લાવશે.


એબીપી ન્યૂઝ -સીવૉટર કર્ણાટક એક્ઝિટ પૉલ 2023 ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે 
ABP News-CVoter તમારા માટે આજે કર્ણાટકમાંથી સૌથી સચોટ એક્ઝિટ પૉલ લઇને આવશે. ABP News-CVoter એક્ઝિટ પૉલ કવરેજ બુધવારે 10 મેના રોજ સાંજે 5 વાગ્યે અથવા રાજ્યમાં મતદાન પુરુ થાય ત્યારે શરૂ થશે.


એબીપી-સીવૉટર કર્ણાટક એક્ઝિટ પૉલ 2023 લાઇવ સ્ટ્રીમ - 
એબીપી લાઈવ પર કર્ણાટક એક્ઝિટ પૉલ 2023ના લાઈવ અપડેટ્સની સાથે સાથે તમે એબીપી નેટવર્કના અન્ય પ્લેટફોર્મ પર કર્ણાટકના એક્ઝિટ પૉલ સંબંધિત ડિટેલ્સ પણ જોઈ અને વાંચી શકો છો. એબીપી ન્યૂઝ એબીપી નેટવર્કની યુટ્યુબ ચેનલો પર સીવૉટર કર્ણાટક એક્ઝિટ પૉલ 2023નું લાઇવ કવરેજ સ્ટ્રીમ કરશે. ABP Live CVoter કર્ણાટક એક્ઝિટ પૉલ 2023 સંબંધિત સ્ટૉરીઓ વાંચો અને તમારા Android અથવા iOS સ્માર્ટફોન પર ABP Live એપ ડાઉનલૉડ કરીને લાઈવ ટીવી જુઓ.


 


Karnataka Elections 2023: ' તમારા સપના મારા સપના, મળીને પુરા કરીશું’, કર્ણાટકના મતદારોને PM મોદીની અપીલ, ટ્વિટ કર્યો વીડિયો