નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલાની તસવીર વાયરલ થઈ રહી છે. તસવીર જયપુરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ  પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું. કહેવાય છે કે આ મહિલાનું નામ નલિની સિંહ છે, જે મિસિસ જયપુર પણ રહી ચૂકી છે અને હાલમાં સમાજ કલ્યાણ વિભાગમાં કાર્યરત છે.




આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મશીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે.



આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા 6 મે એ યોજાયેલા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે 5 તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમના આ ફોટો એક ફોટો જર્નાલિસ્ટે ખેંચ્યા છે. મહિલા યૂપી, રાજસ્થાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ તસવીરો ક્યાંની છે અને મહિલા અધિકારી કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી.