અરવલ્લી: ગુજરાતની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ જિલ્લા પંચાયતો પૈકી અરવલ્લી જીલ્લા પંચાયતમાં ભાજપને 25 સીટ અને કોંગ્રેસને માત્ર 5 સીટ મળી છે. જીલ્લા પંચાયતમાં 2015થી કોંગ્રેસની સત્તા હતી જે ભાજપે છીનવી લીધી છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.





ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.