પાલનપુર: ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં પક્ષના કેટલાંક સીનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 35 જેટલા દાવેદારોએ ટીકિટ માંગી છે. સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે.



જ્યારે સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે અને જો ઠાકોર સમાજમાંથી કોઈને ટીકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને બિલ્ડર તથા ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ટીકિટ માટે પણ તેમના સમર્થકો રજૂઆત કરશે. સાધ્વી નિર્મલપુરી પણ સાધુ સંતો સાથે નિરીક્ષકો સામે આવી પહોંચ્યા હતા અને ટીકિટ માટે દાવેદારી નોંધાવી છે.



ભાજપ તરફથી હરિભાઈ ચૌધરી, શંકર ચૌધરી, કેશાજી ચૌહાણ, પરથી ભટોળ અને શશીકાંત પડ્યાએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત બીજના ઘણાં દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.