Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી. 






ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા સાંસદ બિનહરિફ


સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત લોકસભા બેઠક વગર મતદાને જ સાંસદ મળ્યા હતા. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. મુકેશ દલાલ ભાજપના પ્રથમ સાંસદ હશે જે બિનહરીફ ચૂંટાયા હતા. અત્યાર સુધી ભાજપના કોઈ સાંસદ બિનહરીફ  જાહેર થયા નથી.






સુરતમાં ભાજપના ઉમેદવારની જીત પર ગુજરાત ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.  ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ. નોંધનીય છે કે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.


મુકેશ દલાલે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત


 મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યા બાદ પ્રથમ મુલાકાત કરી હતી. મુકેશ દલાલ સાથે મુકેશ પટેલ, શહેર પ્રમુખ નિરંજન પણ હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોગ્રેસ નેતા નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ લોકતંત્રની હત્યા છે.


અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી ઉમેદવાર બિનહરિફ જાહેર થયા હતા


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણાની સીટ પર કબીર પંથની દીક્ષા લેનારા કોંગ્રેસના મહંત વિજયદાસનો દબદબો હતો. 1980માં મહંત વિજયદાસ આ સીટ પર બિનહરીફ થયા હતા અને ત્યાર બાદ તેઓ 1985માં ભાજપના મેરાગ સુત્રેજા સામે 51000 મતથી વિજયી થયા હતા.