Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે. મોદી સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશમાં છેલ્લા 10 વર્ષની સ્થિર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે, અને સાથે સાથે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર સીધો હુમલો કર્યો છે. જાણો આજે પ્રેસ કરીને રાજનાથસિંહે શું કહ્યું....


આજે સવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પ્રેસ કૉન્ફરન્સ કરીને સંબોધતા જણાવ્યું કે, વિકસિત ભારતની પીએમ મોદીની પાક્કી ગેરેન્ટી છે, છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધીઓ પર અમે લડી રહ્યા છીએ. દેશને નરેન્દ્ર મોદીનું સક્ષમ નેતૃત્વ મળ્યુ છે. રાજનાથસિંહે કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાસે નેતા નથી. ઈમરજન્સી લાદીને કોંગ્રેસે પાપ કર્યુ છે. ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં નથી રહ્યું. ઈન્ડિયા ગઠબંધન હાલના સમયમાં હતાશ છે. 


પીસી દરમિયાન રાજનાથસિંહે દેશમાં ચાલી રહેલા વિવાદ અંગે પણ નિવેદન આપ્યુ હતુ, રાજનાથસિંહે રાજા-મહારાજાઓ પર નિવેદન આપતા કહ્યું કે, સરદાર પટેલની અપીલ પર રાજાઓએ રજવાડા આપ્યા. કોંગ્રેસ હતાશા અને નિરાશાની સ્થિતિમાં છે. પાડોશી દેશો સાથે આપણે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારત ક્યારેય ઝુક્યું નથી અને ઝુકશે પણ નહીં. અમે ક્યારેય તૃષ્ટીકરણની રાજનીતિ કરી નથી.


રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ


પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર, ભાવનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. જો કે એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના ચાલું કાર્યક્રમમાં અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડીવાર માટે સ્થગિત થયો હતો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહીતના નેતાઓ હાજર હતાં.


જો કે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યાં હતાં. તો આ,તરફ છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ વિરૂદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન થયું છે. પૂનમ માડમના પ્રચાર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટમાં પણ વિરોધના કારણે રૂપાલાનો ગઈકાલે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.


રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે. આ દરમિયાન નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચ્યો છે.


ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી. મીટિંગના ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામાં આપ્યા હતા. આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય. રજપૂત સમાજે પડખે રહેવાની ખાત્રી આપી હતી. જોકે રવિવારે સાંજે 5 વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજવામાં આવશે.


કોણે કોણે આપ્યા રાજીનામાં


રાજપાલસિંહ ગોહિલ આઈ ટી સેલ કો કન્વીર નર્મદા જિલ્લો, અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી, કિસાન મોરચા ,રાજેન્દ્રસિંહ ગોહિલ - સ્પોર્ટસ સેલ કન્વીનર, નર્મદા, પુષ્પરાજસિંહ ગોહિલ , મંત્રી,યુવા મોરચા ,જયવીર સિંહ ગોહિલ ,યુવા મોરચાએ રાજીનામા આપ્યા છે.