Lok Sabha Election Exit Poll 2024: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલના ડેટાએ ઈન્ડિયા ગઠબંધનનું ટેન્શન વધારી દીધું છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને છત્તીસગઢ, એમપી, પુડુચેરી, આંધ્ર, રાજસ્થાન, ઓડિશામાં મોટો ફટકો પડતો જણાય છે. પાર્ટી આ રાજ્યોમાં ખાતું પણ ખોલશે તેવું લાગતું નથી.


ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ અનુસાર આ 6 રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું ખૂલતું જણાતું નથી.


ગુજરાત- ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ક્લીન સ્વીપ કરશે. પાર્ટી રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવતી દેખાઈ રહી છે. સાથે જ કોંગ્રેસ એક પણ સીટ જીતે તેવું લાગતું નથી.


છત્તીસગઢ- 11 સીટો ધરાવતા છત્તીસગઢમાંથી પણ કોંગ્રેસ માટે સારા સમાચાર નથી આવી રહ્યા. છત્તીસગઢમાં બીજેપી 10-11 સીટો જીતતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 0-1 સીટ મળતી જોવા મળી રહી છે.


MP- બીજેપી MP માં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. અહીં પાર્ટી 29માંથી 28-29 સીટો જીતતી દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ 0-1 સીટ સુધી સીમિત જણાય છે.


પુડુચેરી- પુડુચેરીની એકમાત્ર સીટ પર બીજેપી જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં પણ કોંગ્રેસનું ખાતું ખૂલતું જણાતું નથી.


આંધ્રપ્રદેશ- 25 સીટોવાળા આંધ્ર પ્રદેશમાં એનડીએને 19થી 23 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી YSRને 2-6 બેઠકો મળવાની ધારણા છે.


ઓડિશાઃ 21 સીટો ધરાવતી ઓડિશામાંથી બીજેપી માટે સારા સમાચાર આવી રહ્યા છે. અહીં ભાજપ 15-17 સીટો જીતે તેમ લાગી રહ્યું છે. જ્યારે બીજેડીને 4-6 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ અહીં ખૂલતું જણાતું નથી.


ક્યારે અને કયા તબક્કામાં કેટલી બેઠકો પર થયું મતદાન?


પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.


બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.


ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.


ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.


પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.


સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.