Exit Poll 2024 Live Streaming: ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો 1 જૂને આવશે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને છે. મતદાન સમાપ્ત થયા પછી, તમે સાંજે 6.30 વાગ્યાથી એબીપી નેટવર્ક પર એક્ઝિટ પોલ લાઈવ જોઈ શકો છો. ABP-Cvoterના સર્વેની ગણતરી દેશના સૌથી સચોટ સર્વેમાં થાય છે.


ABP-Cvoter ના સર્વે પર તમે દેશની તમામ 543 સીટોની સ્થિતિ જાણી શકો છો. રાજ્ય મુજબના આંકડા પણ અહીં જોઈ શકાય છે. આ સિવાય વીઆઈપી સીટો પર કોણ જીતશે તે પણ જણાવવામાં આવશે. આ સિવાય તમે એ પણ જોઈ શકો છો કે ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીને કેટલી સીટો અને વોટ ટકાવારી મળવાની અપેક્ષા છે.


તમે એક્ઝિટ પોલના પરિણામો ક્યાં જોઈ શકો છો?


લાઈવ ટીવી: https://gujarati.abplive.com//amplive-tv/amp


એબીપી લાઈવ (અંગ્રેજી): https://news.abplive.com//amp


એબીપી ન્યૂઝ (હિન્દી): https://www.abplive.com//amp


એબીપી ન્યૂઝ (ગુજરાતી) https://gujarati.abplive.com//amp


એબીપી નેટવર્ક YouTube: https://www.youtube.com/watch?v=nyd-xznCpJc


તમે સોશિયલ મીડિયા પર લાઇવ અપડેટ્સ પણ જોઈ શકો છો


તમે એબીપી ન્યૂઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ઝિટ પોલના લાઈવ અપડેટ્સ પણ જોઈ શકો છો.


ABP Live X (Twitter): https://twitter.com/abplive


એબીપી ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/abpnewstv/


એબીપી લાઇવ ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/abplivenews/


2019 માં પરિણામો કેવા હતા?


- 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 303 સીટો જીતી હતી. એનડીએને 351 બેઠકો મળી હતી, જ્યારે યુપીએને 90 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી.


ક્યારે અને કયા તબક્કામાં કેટલી બેઠકો પર મતદાન થયું?


પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.


બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.


ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.


ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.


પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.


સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 બેઠકો પર મતદાન.