Karnataka Exit Poll Result 2024: દેશના સાતમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન શનિવારે (1 જૂન) ના રોજ સમાપ્ત થયું. શનિવારે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ દેશની 543 લોકસભા સીટો માટેના એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. 2024ની ચૂંટણીમાં ભાજપ (NDA ગઠબંધન) અને કોંગ્રેસ (ઇન્ડિયા ગઠબંધન) વચ્ચે સીધી લડાઈ છે.
ABP-CVoter ના એક્ઝિટ પોલમાં BJPના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન કર્ણાટકમાં સૌથી વધુ બેઠકો જીતી રહ્યું હોવાનું જણાય છે. દક્ષિણના આ રાજ્યમાં 'ઇન્ડિયા' ગઠબંધનને ઝટકો લાગ્યો છે. કર્ણાટકની વાત કરીએ તો અહીં લોકસભાની 28 બેઠકો છે. કર્ણાટકમાં ભાજપે જેડીએસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી રહી છે?
કર્ણાટકના એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસને 3-5 બેઠકો મળવાની આશા છે જ્યારે ભાજપ-JDS ગઠબંધનને 23-25 બેઠકો મળવાની આશા છે.
2019માં શું આવ્યું હતું પરિણામ?
2019ની લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપે કર્ણાટકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કર્ણાટકની 28 લોકસભા બેઠકોમાંથી ભાજપે 25, કોંગ્રેસ 1, JDS 1 અને IND 1 બેઠક જીતી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપને 51.7 ટકા અને કોંગ્રેસને 32.1 ટકા વોટ મળ્યા હતા.
કેટલા તબક્કામાં મતદાન થયું?
કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટો છે, જેમાંથી બીજા તબક્કામાં 14 સીટો પર અને ત્રીજા તબક્કામાં બાકીની 14 સીટો પર મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ પોતપોતાની પાર્ટીઓ માટે સખત મહેનત કરી છે. હવે 4 જૂને જ પરિણામોની જાહેરાત સાથે જ પક્ષોનું ભાવિ નક્કી થશે.
(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વે કર્યો હતો. તેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને આ સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર આ સર્વેનું રાજ્ય સ્તર પર માર્જિન ઓફ એરર પ્લસ અને માઇનસ 3 ટકા અને પ્રાદેશિક સ્તર પર પ્લસ અને માઇનસ 5 ટકા છે. )