Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરીના પ્રારંભિક તબક્કામાં જ મોદી સરકારને ઝટકો લાગી રહ્યો છે. 6 વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. આ 6 મંત્રીઓ છે સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, અજય મિશ્રા ટેની, મહેન્દ્ર નાથ પાંડે, અનુપ્રિયા પટેલ અને સંજીવ બાલ્યાન.


અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહી છે. સવારે 11.30 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા 32 હજાર 6 મતોથી આગળ છે. વળી, બસપાના નન્હે સિંહ ચૌહાણ કિશોરી લાલ શર્માથી 1 લાખથી વધુ મતોથી પાછળ છે.


કોણ કેટલી બેઠકો પર ચાલી રહ્યું છે પાછળ ? 
કૌશલ કિશોર યુપીના મહારાજગંજથી સમાજવાદી પાર્ટીના આરકે ચૌધરીથી પાછળ છે. સવારે 11.30 વાગ્યા સુધીના આંકડા મુજબ કૌશલ કિશોરને 1 લાખ 19 હજાર 836 વોટ મળ્યા છે. જ્યારે આરકે ચૌધરીને 1 લાખ 66 હજાર 884 વોટ મળ્યા છે.


અજયકુમાર મિશ્રા ટેની કેટલા મતથી પાછળ ચાલી રહ્યાં છે ?
વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા ટેની યુપીના ખેરીથી પાછળ છે. સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા અજય કુમાર મિશ્રાથી 16 હજાર 304 મતોથી આગળ છે. હાલ બીએસપીના શ્યામ કિશોર ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે.