Lok Sabha Elections Result 2024: ભારતમાં લોકસભા ચૂંટણી બાદ મત ગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ ભાજપને બહુમતી ન મળતી જોઈને ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ ખુશી વ્યક્ત કરી છે. ફવાદે કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે ભારતના લોકો નરેન્દ્ર મોદી અને તેમની વિચારધારાને નકારી દેશે. ભાજપ અંગે જે દાવા કરવામાં આવ્યા હતા તે તમામ દાવાઓ નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
ફવાદ ચૌધીરે ટ્વીટ કર્યું, 'ભારતીય મતદારોમાં હંમેશા વિશ્વાસ રહ્યો છે કે તેઓ ઉગ્રવાદીઓ અને નફરત ફેલાવનારાઓને નકારી દેશે. પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ માટે લોકસભામાં પહોંચવું કેટલું મુશ્કેલ છે. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી તેમની બંને બેઠકો જીતી રહ્યા છે.