ABP Exit Poll 2019: આંધ્રમાં ફૂંકાશે જગન રેડ્ડીની આંધી, ભાજપ-કોગ્રેસનું નહી ખુલે ખાતું
abpasmita.in | 19 May 2019 08:38 PM (IST)
રાજ્યમાં ટીડીપીને પાંચ અને વાઇએસઆર કોગ્રેસ પાર્ટીને 20 બેઠકો મળી શકે છે. કોગ્રેસ અને ભાજપ અહી ખાતુ પણ ખોલાવી નહી શકે.

નવી દિલ્હીઃ એબીપી ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ટીડીપીને પાંચ અને વાઇએસઆર કોગ્રેસ પાર્ટીને 20 બેઠકો મળી શકે છે. કોગ્રેસ અને ભાજપ અહી ખાતુ પણ ખોલાવી નહી શકે. નોંધનીય છે કે રાજ્યમાં લોકસભાની 25 બેઠકો છે. નોંધનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ટીડીપી અને ભાજપનું ગઠબંધન હતું. ગઠબંધનમાં મોદી લહેરનો ફાયદો ટીડીપીને મળ્યો અને પાર્ટી 15 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપને બે બેઠકો મળી હતી. વાઇએસઆર કોગ્રેસને આઠ બેઠક મળી હતી.