Bharuch Lok Sabha Seat: ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈ રાજ્યમાં ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. આપના નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહનું નિવેદન સામે આવ્યું છે, તેમણે ક્હ્યું, મહાત્મા ગાંધીની ધરતી પર પ્રચાર માટે આવ્યો છું. ચૈતર વસાવા અને તેમના પત્નીને ભાજપે જેલમાં રાખ્યા, જેલમાં નાખવા તે ભાજપની માનસિકતા છે. ભાજપ દરેક સમાજ સાથે નફરતની રાજનીતિ કરે છે. 3 વખતના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા. ગુજરાતે બે જેલનો જવાબ આપવાનો છે. ગુજરાત અને ભરૂચની જનતાને અપીલ કરું છું કે જેલનો જવાબ મતદાનથી આપો.


રૂપાલા મુદ્દે શું કહ્યું


રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન મુદ્દે તેમણે કહ્યું, એક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં ક્ષત્રિય સમાજની બહેન - દીકરી પર સવાલ ઊભો કરે છે. અમારી સાથે લડો, રૂપાલાની નિવેદન ક્ષત્રિય સમાજની મહિલાનું ઘોર અપમાન છે. રાજપૂત સમાજ આક્રોશિત છે, અમારા સમાજની મહિલાઓ પરના આરોપ સહન નહીં કરીએ.  


 ભાજપ ચૂંટણી ખતમ કરવા માગે છે


સુરતમાં કોંગ્રેસના ઉમેદવાનું ચૂંટણી ફોર્મ રદ્દ થયું હતું. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં તેમણે કહ્યું, સુરત તો ઝાકી હે પૂરા દેશ બાકી હે. ભાજપ ચૂંટણી ખતમ કરવા માગે છે. બીજેપી અને આરએસએસના  નેતાઓ કહે છે તેના પરથી સમજી ચૂંટણી ખતમ કરવા માગે છે, આ લોકો આરક્ષણ પણ ખતમ કરવા માગે છે.


ઇન્ડિયા ગઠબંધન 300 બેઠક સાથે સરકાર બનાવશે


 આ ઉપરાંત તેમણે કહ્યું, બંગાળમાં 200 પર બોલ્યા 77 આવી હતી. મહારાષ્ટ્રમાં 150 બોલ્યા 120 આવી. અત્યારે 400 પાર કહે છે જનતા કહે છે તડીપાર. મોંઘવારી, બેરોજગારી સૌથી મોટા પ્રશ્નો છે. પેપર ફૂટવાના કિસ્સાના કારણે યુવાઓ નારાજ છે, દેશને મૂર્ખ બનાવીને રાખ્યો છે, જુમલાબાજી ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધન 300 બેઠક સાથે સરકાર બનાવશે.


ગુજરાતમાં ક્યારે છે મતદાન


ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન છે. રાજ્યની 26 પૈકી 25 સીટ પર ચૂંટણી યોજાશે. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનુંં ફોર્મ રદ્દ થતાં તથા અન્ય ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચતા ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ હતી. ગુજરાતમાં ભાજપે 2014 અને 2019માં તમામ 26 બેઠક જીતી હતી અને આ વખતે પણ તમામ સીટ જીતીને હેટ્રિક કરવા માંગશે.