Lok Sabha Elections 2024 Latest News: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, અને દરેક પક્ષો ઠેર ઠેર જનસભાઓ કરી રહ્યાં છે, ભાજપ આ મોરચો વિપક્ષને ઘેરી રહ્યું છે. હાલમાં આસામના મુખ્યમંત્રીની જનસભા ખુબ ચર્ચામાં રહી છે. આસામના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા સરમાએ શનિવારે (18 મે 2024) કહ્યું હતું કે જો NDA સરકાર 400 બેઠકો સાથે સત્તામાં પરત ફરે છે, તો તે સમાન નાગરિક સંહિતા લાવશે (યૂનિફૉર્મ સિવિલ કૉડ) અને ચાર વખત લગ્ન કરવાના ધંધાને પણ બંધ કરી દેવાશે.


શનિવારે સિવાનના રઘુનાથપુરમાં એક જાહેર સભામાં હિમંતા બિસ્વા સરમાએ મદરેસાઓ તરફ ઈશારો કરતા કહ્યું કે અમે મુલ્લાઓ બનાવતી દુકાનો બંધ કરીશું અને મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "મોદીને 400 સીટો આપો, યૂનિફોર્મ સિવિલ કૉડ આવશે અને અમે ચાર લગ્નની દુકાન પણ બંધ કરી દઈશું, ઠીક એવી રીતે જેમ અમે અહીં ખતમ કરી દીધું હતું."


આસામમાં મે બંધ કર્યા 700 મદરેસા 
આસામના સીએમએ વધુમાં કહ્યું કે હવે દેશ બદલાઈ ગયો છે, ત્રણ વર્ષ પહેલા જ્યારે હું પહેલીવાર આસામનો મુખ્યમંત્રી બન્યો ત્યારે એક અધિકારી મારી પાસે ફાઇલ લઈને આવ્યો અને મારી સહી માંગી. આ મદરેસા શિક્ષકોના પગાર વિશે હતું. મેં તેને પૂછ્યું કે આ મદરેસા શું છે ? તેના પર તે અધિકારીએ કહ્યું કે આ તે જગ્યા છે જ્યાં મુલ્લાઓ બને છે ?


આના પર મેં અધિકારીને કહ્યું કે તમે અમારા પૈસા મુલ્લાઓ પેદા કરતી દુકાનને આપી દેશો, આ કેવી રીતે થઈ શકે ? આજથી આ દુકાન બંધ કરો. અમે આસામમાં 700 મદરેસા બંધ કરી દીધા છે, પરંતુ કોઈમાં અવાજ ઉઠાવવાની હિંમત નહોતી. કારણ કે આ નવું ભારત છે. આ લાલુ પ્રસાદ યાદવનું ભારત નથી. આ મોદીનું ભારત છે, આ આપણું ભારત છે, આ હિન્દુઓનું ભારત છે અને જે પણ આ નવા ભારત સાથે ટકરાશે તે યમરાજના ઘરે પહોંચશે.


'400 બેઠકો આપો, અમને ઘણુંબધુ કામ કરવાનું છે'
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે અમે મુલ્લાઓ બનાવતી દુકાનોને હવે ચાલવા દઈશું નહીં. અમે ડૉક્ટર અને એન્જિનિયર બનાવવાનું કામ કરીશું. મોદીજીને 400 સીટો જોઈએ છે. આપણે યૂનિફોર્મ સિવિલ કૉડ લાવવાની જરૂર છે, આપણે કૃષ્ણ જન્મભૂમિ બનાવવાની જરૂર છે, આપણે જ્ઞાનવાપી મંદિર બનાવવાની જરૂર છે, આપણે મુસ્લિમો માટે આરક્ષણ ખતમ કરવાની જરૂર છે.


સીવાનમાં ત્રિકોણીય છે જંગ 
સિવાન લોકસભા સીટ પરથી NDA તરફથી JDU ઉમેદવાર વિજય લક્ષ્મી દેવી, રાષ્ટ્રીય જનતા દળ તરફથી અવધ બિહારી ચૌધરી અને રાષ્ટ્રીય જનતા દળ તરફથી બળવાખોર અને અપક્ષ ઉમેદવાર હીના સાહેબ મેદાનમાં છે. હીના સાહેબ શહાબુદ્દીનની પત્ની છે.