Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષે આ એક્ઝિટ પોલ પર સવાલો ઉઠાવ્યા છે અને તેમને ફગાવી દીધા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે તેના કાર્યકરો અને પોલિંગ એજન્ટો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
કોંગ્રેસે મતગણતરીના દિવસે સંભવિત ગેરરીતિઓને લઈને બે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. પાર્ટીએ કાર્યકર્તાઓને સૂચના આપી છે કે દરેકે સતર્ક રહેવું જોઈએ અને જો તેઓને કોઈ ગરબડ જોવા મળે તો તેનો વીડિયો બનાવીને હેલ્પલાઈન નંબર પર મોકલે. આ અંગે એક મોટી લીગલ ટીમ પણ બનાવવામાં આવી છે.
કાર્યકર્તાઓને લખેલા પત્રમાં કોંગ્રેસે કહ્યું કે, "આ લોકોની ચૂંટણી છે. જેમ કે આપણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જોયું છે કે, ભાજપ અને તેના નેતાઓએ વારંવાર આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણ બદલવાની અને ભારતીય લોકશાહીને તોડી પાડવાની માંગ કરી છે. ભાજપના આ નૈતિક રીતે ભ્રષ્ટ વર્તનને કારણે જ અમે કોંગ્રેસના દરેક કાર્યકર્તાને મતગણતરી દરમિયાન ઘરની બહાર નીકળવાની અપીલ કરીએ છીએ અને ઘરેથી ટીવી સમાચાર અને પરિણામો જોવાને બદલે તમામ પક્ષના કાર્યકરોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ કાર્યાલયો અને રાજ્ય કોંગ્રેસ મુખ્યાલય પર જઇને આપણા મતોને સુરક્ષામાં પાર્ટીના પ્રયાસોમાં પક્ષને મદદ કરે."
દિલ્હીમાં મોનિટરિંગ સેન્ટર શરૂ થયું
કોંગ્રેસે કહ્યું કે અમે પ્રદેશ પ્રભારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ કાર્યાલયોમાં પાર્ટી કાર્યકર્તાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરે. મહેરબાની કરીને પાર્ટીના કાર્યકરોને એવા સ્થળોએ લઈ જવા માટે વાહનવ્યવહારની વ્યવસ્થા કરો જ્યાં મત ગણતરીમાં સમસ્યા હોય. અમે દિલ્હીમાં એક મોનિટરિંગ સેન્ટર શરૂ કર્યું છે જે 24 કલાક કામ કરશે. જો તમને ક્યારેય એવું લાગે કે મતગણતરી કેન્દ્રમાં કંઇક શંકાસ્પદ બની રહ્યું છે, તો કૃપા કરીને તેને તમારા ફોનમાં રેકોર્ડ કરો અને તરત જ અમારા હેલ્પલાઇન નંબર પર વિડિયો મોકલો. આવી કોઈપણ વિસંગતતા પર જરૂરી પગલાં લેવા માટે અમે એક વિશાળ કાનૂની ટીમની રચના કરી છે. મતગણતરી કેન્દ્ર અને લોકસભા મતવિસ્તારનું નામ વીડિયો સાથે મોકલો.
પાર્ટીએ કહ્યું, “અમે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાને સ્થાનિક મતદારો સાથે સંપર્કમાં રહેવાની વિનંતી કરીએ છીએ તેઓ સ્થાનિક મતદાતાઓના સંપર્કમાં રહે અને મતગણતરીમાં ગરબડ અંગે કોઇ પણ જાણકારી મળે તો કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય સુધી પહોંચાડે. અમે મતગણતરી પ્રક્રિયા દરમિયાન તમામ સંભવિત વિક્ષેપો અને ગેરરીતિઓને રોકવાની જરૂર છે. આ ચૂંટણી તમારા બંધારણનું ભાગ્ય નક્કી કરશે. આપણા દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે. એટલા માટે આગામી 24 કલાક સજાગ રહો. આ નંબર પર વીડિયો મોકલો - +91 79828236. નંબર - +91 9560822897 નંબર પર કોઈપણ ગણતરીની વિસંગતતા વિશે માહિતી મોકલો."