Lok Sabha VIP Constituency Result: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઇ ગઇ છે. દેશભરમાં લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું અને પરિણામ મંગળવારે (4 જૂન) જાહેર થવાનું છે. આજે સવારે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ટ્રેન્ડ પણ આવવા લાગ્યા છે. સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રમાં સત્તા કોના હાથમાં જશે.
28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની તમામ બેઠકો માટે 19 એપ્રિલના રોજ મતદાન શરૂ થયું હતું અને 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. સાતમા તબક્કામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વારાણસીમાં પણ મતદાન થયું હતું. હવે તમામની નજર પરિણામો પર છે. આ સાથે જ દરેકની નજર દેશની તે સીટો પર ટકેલી છે જેના પર મોટા ચહેરાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી સીટ, ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર સીટ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ સીટ, સ્મૃતિ ઈરાનીની અમેઠી સીટ અને આવા જ મોટા ચહેરાઓ જે ચૂંટણી મેદાનમાં છે તેના પરિણામો પર લોકોની નજર છે. ચાલો જાણીએ કે દેશભરમાં VVIP સીટો પર કોણ આગળ છે અને કોણ પાછળ ચાલી રહ્યું છે
-વારાણસી બેઠક પર વડાપ્રધાન મોદી આગળ
-ગાંધીનગરથી અમિત શાહ 80 હજાર 800 મતથી આગળ
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની આગળ
-કન્નૌજમાં અખિલેશ યાદવ આગળ
-નવી દિલ્હી સીટ પરથી બાંસૂરી સ્વરાજ આગળ
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.
બીજો તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થયું હતું
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થયું હતું
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.