આમ આદમી પાર્ટીએ દિલ્હીની 6 સીટો પર ઉમેદવારનો નામ કર્યા જાહેર, જુઓ કોને મળી ટિકિટ
abpasmita.in | 02 Mar 2019 03:10 PM (IST)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ રાયે દિલ્હીની સાતમાંથી છ સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષ દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જાણકારી મુજબ આતિશી માર્લેના પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે ગુગન સિંહ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે. આમ આદમીના રાજકીય મામલાની સમિતિના સભ્ય રાઘવ ચઠ્ઠા દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લજશે, જ્યારે પંકજ ગુપ્તા ચાંદની ચોકથી, દિલ્હી પાંડે ઉત્તર-પૂર્વ દિલ્હીથી, બ્રજેશ ગોયલ નવી દિલ્હીથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ઉમેદવારનો નામની જાહેરાત કર્યા બાદ ગોપાલ રાયે ટ્વિટ કરીને કહ્યું, ભાજપના સાત સાંસદોએ પૂર્ણ રાજ્યનો દરરજો આપવાના મુદ્દે દિલ્હીને દગો આપ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના લોકોએ ભાજપ-કોંગ્રેસને જાકારો આપ્યો હતો. આવી જ રીતે દિલ્હીની જનતા લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડશે. અમરેલીઃ સાવરકુંડલામાં ચોરોએ બેંકના તોડ્યા તાળા, જુઓ વીડિયો