નવી દિલ્હી: ભાજપે ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના વર્તમાન છ સાંસદોના પત્તા કાપવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી રમાશંકર કઠેરિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણા રાજનો સમાવેશ થાય છે.




રમાશંકર કઠેરિયા અનુસૂચિત જાતી અને જનજાતિના અધ્યક્ષ છે. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 10 વર્ષથી આગરા સીટ ઉપરથી સંસદ તરકી ચૂંટાયા હતા. જોકે, આ વખત ગઠબંધન તરફથી સપાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.



જોકે, પાર્ટીના જાતીય સમિકરણો અને કઠેરિયા વિરૂદ્ધ નારાજગીને જોતાં યોગી સરકારમાં મંત્રી એસપી બેઘલને મેદાનમાં ઉતાર્યા છે. બેઘત 2017માં સમાજવાદી પાર્ટી તરફથી સાંસદ હતા. આ પહેલા તેઓ સમાજવાદી પાર્ટીની ટીકિટ ઉપર લોકસભા પહોંચી ચુક્યા છે.



આ ઉપરાંત પાર્ટીએ શાહજહાંપુરથી સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણારાજની જગ્યાએ અરુણ સાગરને મેદાનમાં ઉતાર્યાં છે. તેમજ સંભલથી સત્યપાલ સૈનીની જગ્યાએ પરમેશ્વરલાલ સૈની, ફતેપુર સીકરીથી બાબુલાલની જગ્યાએ રાજકુમાર ચાહર, હરદોઈથી અશુલની જગ્યાએ જયપ્રકાશ રાવત, મિશ્રિખથી અંજુબાલાની જગ્યાએ અશોક રાવતને પ્રત્યાશી બનાવ્યા હતા.