નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં 3 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.


કૉંગ્રેસની આ યાદીમાં બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી અન્ય બે બેઠકો મંડી અને શિમલા હિમાચલ પ્રદેશની છે.


હાલમા બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવા સાંસદ છે.  અને ભાજપે ફરી પ્રભુ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે ત્યારે તેની સામે કૉંગ્રેસે  પણ ફરી એક વખત ડૉ. તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ડૉ. તુષાર ચૌધરી આદિવાસી સમાજના મજબૂત નેતાની છાપ ધરાવે છે. તાપી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. જો કે ગત ચૂંટણીમાં તુષાર ચૌધરીની પ્રભુ વસાવા સામે હાર થઈ હતી.