ગુરુવારે સાંજે ભાજપ મુખ્યાલયે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન જે.પી.નડ્ડાએ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસી બેઠક પર ચૂંટણી લડશે. રાજનાથસિંહ લખનઉ બેઠક, નીતિન ગડકરી નાગપુર, સ્મૃતિ ઈરાની અમેઠી, હેમા માલિની મથુરા તો જયા પ્રદા રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય સંઘપ્રિયા મૌર્યને બદાયુમ બેઠક તો મુઝફ્ફરનગર બેઠક પર સંજીવ બાલિયાનને ટિકિટ આપવામાં આવી છે. કિરણ રિજીજુ અરુણાચલ(પૂર્વ) , બાબુલ સુપ્રિયો આસાનસોલ તો એસ.એસ. અહલુવાલિયા દાર્જિલિંગ બેઠક પરથી ચૂંટણી લડશે.
ભાજપના નેતા આ બેઠક પર લડશે
નરેન્દ્ર મોદી - વારાણસી (યુપી)
અમિત શાહ - ગાંધીનગર (ગુજરાત)
રાજનાથસિંહ - લખનઉ (યુપી)
નીતિન ગડકરી - નાગપુર (મહારાષ્ટ્ર)
સ્મૃતિ ઈરાની - અમેઠી (યુપી)
વી.કે.સિંહ - ગાઝિયાબાદ ( યુપી)
મહેશ શર્મા - નોઈડા (યુપી)
હેમા માલિની - મથુરા (યુપી)
સત્યપાલસિંહ - બાગપત (યુપી)
સાક્ષી મહારાજ - ઉન્નાવ (યુપી)
જયા પ્રદા - રામપુર (યુપી)
કિરણ રિજીજુ - અરુણાચલ (પૂર્વ)
બાબુલ સુપ્રિયો - આસાનસોલ (પ.બંગાળ)
જી.જી. અહલુવાલિયા - દાર્જિલિંગ (પ.બંગાળ)
સંબિત પાત્રા - પુરી