લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ'
abpasmita.in | 28 Mar 2019 11:22 AM (IST)
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી અને બદાયૂં લોકસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ ચૂંટણી સભાને સંબોધતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, જો લોકસભા ચૂંટણી દરમિયાન તમારી વચ્ચે કોઈ દાદાગિરી કે ગુંડાગર્દી કરવા આવે તો તેનાથી તમે ન ડરતા. કારણકે તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મૌર્ય બની જશે. ભાજપ ઉમેદવાર સંઘમિત્રા મૌર્ય બદાયૂં લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા સંભલ જિલ્લાની ગુન્નૌર વિધાનસભાના બબરાલામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ગુંડા અને દાદાગીરી કરતા લોકોથી ડરવાની જરૂર નથી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત ‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન