નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતીકાલે છઠ્ઠા તબક્કા અંતર્ગત સાત સીટો પર વોટિંગ થવાનું છે. તેના એક દિવસ પહેલા જ શનિવારે પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર સિંહ જાખડના પુત્ર ઉદય જાખડે સનસનીખેજ ખુલાસો કર્યો છે. ઉદયના કહેવા મુજબ તેના પિતાએ ટિકિટ મેળવવા માટે 6 કરોડ રૂપિયા આપ્યા છે.

ઉમેદવારના પુત્ર ઉદય જાખડે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, મારા પિતાએ ત્રણ મહિના પહેલા આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. તેમણે ટિકિટ માટે કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે તેના પૂરતા પુરાવા પણ છે.

વોટિંગના એક દિવસ પહેલા થયેલા આ ખુલાસાથી આમ આદમી પાર્ટીને ફટકો લાગી શકે છે.


દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો

ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો