ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને ડિબેટ માટે રોજ પડકાર આપી રહ્યો છું અને આજે ફરી એકવાર તેમને પડકાર આપું છું. રાહુલે રાફેલ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે.
આ પહેલા રાહુલના બનેવી રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખીને તેમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ 4 એપ્રિલે કેરળની વાયનાડ લોકસભા સીટથી પહેલા જ ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. રાહુલ ગાંધી પહેલવાર બે સંસદીય સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ હંમેશા ગાંધી પરિવારના કારણે જ ચર્ચામાં રહી છે. 1967થી લઇને અત્યાર સુધી માત્ર બે વખત જ કોંગ્રેસ અહીંયા લોકસભા ચૂંટણીમાં જીતી શકી નથી. 2004માં લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાજકીય ઈનિંગની શરૂઆત કરનારા રાહુલ ગાંધી અહીંયા જીતની હેટ્રિક લગાવી ચુક્યા છે. ભાજપે રાહુલની સામે સ્મૃતિ ઇરાનીને ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા છે.
PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું કહ્યું
પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યુંઃ PM મોદી
પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાંથી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત? જુઓ વીડિયો