પાલનપુરઃ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે લોકસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

વાંચોઃ ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ક્યા મુદ્દે થયો હોબાળો, જાણો વિગત

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, “હું લોકસભાની ઉમેદવાર નથી. કોંગ્રેસના ઉમેદવાર માટે મદદ કરીશ. ઠાકોર સામજ માટે ડબલ તાકાત લગાવીશ. જો સમાજ એક થશે તો ચોક્કસ સફળતા મળશે.”

પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં સ્થાનિક નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનોએ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ ઠાકોર સમાજ અને ઠાકોર સેના વચ્ચે હોબાળો મચ્યો હતો. શિબિરમાં ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.