નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં એક વ્યક્તિને તેના દીકરાના લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપતો મેસેજ છાપવો મોંઘો પડ્યો છે. આ બદલ તેમને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકરાવામાં આવી છે.


ઉત્તરાખંડની ગરુડ બ્લોક જિલ્લાના જોશીખોલા ગામમાં રહેતા જગદીશ ચંદ્ર જોષી ગૌશાળા ચલાવે છે. તેમના પુત્ર જીવનના 22 એપ્રિલના રોજ લગ્ન છે. લગ્ન કંકોત્રીમાં વોટિંગ માટે અપીલ કરતાં તેમણે લખાવ્યું કે, ભેટ લઈને ન આવતા પરંતુ વર-વધૂને આશીર્વાદ આપવા આવતાં પહેલા 11 એપ્રિલે રાષ્ટ્રહિતમાં મોદી માટે વોટ જરૂર આપજો.

કંકોતરી પર છપાયેલો આ મેસેજ બાગેશ્વરના આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસરના ધ્યાનમાં આવ્યા બાદ તેમણે આમાં આચાર સંહિતા ભંગનો ઉલ્લેખ થતો હોવાનું ડિસ્ટ્રીક્ટ ઇલેકશન ઓફિસર રંજનના ધ્યાન પર લાવ્યા. જે બાદ તેમને 24 કલાકમાં હાજર થઈ ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી.

આ ઘટના બાદ જોશીએ માફી માંગતા કહ્યું કે, હું ચૂંટણી પંચ સમમક્ષ માફી માંગી લઇશ. અમે નાના માણસો છીએ અને કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નથી. ઉત્તરાખંડમાં 11 એપ્રિલે વોટિંગ યોજાશે.

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

ઓડિશામાં BSPએ ટ્રાન્સજેન્ડરને આપી ટિકિટ, જાણો વિગત

લોકસભા ચૂંટણી 2019: હરભજન સિંહને ભાજપે આ સીટ પરથી ચૂંટણી લડવાની કરી ઓફર, જાણો વિગત

પીએમ મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલનુ નામ બદલ્યુ, નામની આગળ લગાવ્યુ 'ચોકીદાર', જુઓ વીડિયો