'મોદીએ ક્યારેય પોતાની માં અને પત્નીને સન્માન નથી આપ્યુ', મમતા બેનર્જીની પીએમની પર્સનલ લાઇફ પર ટિપ્પણી
abpasmita.in | 29 Apr 2019 11:09 AM (IST)
મોદીએ પોતાના આખા જીવનમાં ક્યારેય પોતાની માં કે પોતાની પત્નીનું સન્માન નથી કર્યુ.’’ તેમને કહ્યું કે, ‘‘તમે તમારી પત્નીને યોગ્ય સન્માન નથી આપતા, તમે લોકોને શું સન્માન આપવાના?
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પર્સનલ એટેક કર્યો છે. આ વખતે મમતા બેનર્જીએ પીએમ મોદીની પર્સનલ લાઇફ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, મેં પીએમ મોદીનું ચૂંટણી માટેનું નામાંકન જોયુ છે. મમતાએ સોગંદનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મોદી પોતાની પત્નીનું સન્માન તો નથી કરતાં દેશનું સન્માન શું કરવાના. પૂર્વીય મિદનાપુરમાં એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ પીએમ મોદી નિશાન સાધતા દાવો કર્યો, ‘‘મોદીએ પોતાના આખા જીવનમાં ક્યારેય પોતાની માં કે પોતાની પત્નીનું સન્માન નથી કર્યુ.’’ તેમને કહ્યું કે, ‘‘તમે તમારી પત્નીને યોગ્ય સન્માન નથી આપતા, તમે લોકોને શું સન્માન આપવાના?’’