Gujarat Assembly Election 2022: પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ ગુજરાતમાં મતદાન કર્યું છે. વોટ આપ્યા બાદ સોમાભાઈ પોતાના ભાઈ પીએમ મોદી વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા.


સોમા મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું, "હું મતદારોને સંદેશ આપવા માંગુ છું કે તેઓ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે અને એવી પાર્ટીને મત આપે જે દેશની પ્રગતિ કરે." PM મોદીના ભાઈ સોમાભાઈ મોદી PM વિશે વાત કરતા ભાવુક થઈ ગયા, જે આજે તેમને મળવા ગયા હતા. સોમાભાઈ મોદીએ કહ્યું કે, 2014 પછી કેન્દ્ર દ્વારા જે પ્રકારનું કામ થયું છે તેને લોકો અવગણી શકે નહીં. મેં તેમને (પીએમ મોદી) કહ્યું કે તેઓ દેશ માટે ઘણું કામ કરે છે, તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ.


 






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કર્યું છે. ગુજરાત ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર સોમવારે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. PM મોદી સવારે 9.30 વાગ્યે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન કતારમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોતા હતા.


Gujarat Election 2022: AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ મતદાન બાદ કરી આ વાત, જુઓ વીડિયો


Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બીજા તબકકાનું મતદાન થઇ રહ્યું છે. ઇસુદાન ગઢવી મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા અને મતદાતાને આ ખાસ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરવાની અપીલ કરી હતી.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું  બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. 14 જિલ્લાની 93 બેઠક માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ પણ મતદાન મથક પહોંચ્યાં હતા અને મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં જનતાને વધુમાં વધુ મતદાન થાય માટે ઘરની બહાર નીકળીને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે હાલ પરિસ્થિતિના મુદ્દાના ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી હતી. સ્વયભૂ સમજી વિચારીને મતદાન કરો


મતદાન કર્યાં બાદ ઇસુદાન ગઢવીએ શું કહ્યું


પરિવર્તન માટે શિક્ષણ જરૂરી છે. આજે દરેક વિદ્યાર્થીને સારૂ શિક્ષણ નથી મળતું. ખાસ કરીને ગુજરાતમાં દરેક બાળકને અંગ્રેજી શીખવાની તક નથી મળતી. આજે કોઇનો એક્સિડન્ટ થાય બીમારી થાય તો તેના ખિસ્સા ધોવાઇ જાય છે, તો શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા સંપૂર્ણ નિશુલ્ક હોવી જોઇએ. મોંઘવારી આજે આસમાને છે. મતદાન સ્વયમભૂ સમજી વિચારીને કરો.  ભાઇબંધ શું કહે તેને ધ્યાનમાં રાખીને મતદાન ન કરો. તમે ખુદ શું અનુભવો છો એ ધ્યાનમાં રાખીને મતદાન કરો. મેં અને મારી પત્નીએ મતદાન કર્યં છે.એક એક વાત કે એક પક્ષને ધ્યાનમાં રાખીને ન કરો પરંતુ  શંસોધન કરજો. બાળકનું ભવિષ્ય જોઇને મતદાન કરો. નહિ તો પછી 5 વર્ષ સુધી તમે તેને ચૂંટીને મોકલ્યાં છે તે શાસન કરશે અને પછી તે સેવા કરશે કે શુ રાજ કરશે તે આપને સમજવાનું છે.