નગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  ડિસેમ્બરમાં નગરપાલિકાઓ ચૂંટણી યોજાઇ શકે છે. નવેમ્બરમાં રાજ્ય ચૂંટણીપંચ   ચૂંટણીની જાહેરાત કરશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યની 78 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની બાકી  છે.ગુજરાતની 78 નગરપાલિકાઓમાં હાલ વહીવટદાર શાશન ચાલે છે,78 પૈકી માત્ર 5 પાલિકાઓમાં કોંગ્રેસનું શાસન હતું, 68 પાલિકામાં ભાજપ  સત્તા પર હતી.