પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે. એટલું જ નહીં તેમને વધુમાં કહ્યું કે પરિણામ આવ્યા બાદ તે 40 ધારાસભ્યો ટીએમસી છોડી દેશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બંગાળની એક રેલીમાં પીએમ મોદીએ મમતા બેનર્જીને ખુલ્લી ધમકી ભર્યા અંદાજમાં ચેતાવણી આપી હતી. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે. એટલું જ નહીં તેમને વધુમાં કહ્યું કે પરિણામ આવ્યા બાદ તે 40 ધારાસભ્યો ટીએમસી છોડી દેશે. પીએમના આ નિવેદનને લઇને મમતા બેનર્જીની પાર્ટી ભડકી ઉઠી છે. ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક્સપાયરી બાબૂ કહી દીધા છે. તેમને પીએમ મોદી અને બીજેપી પર 'હોર્સ ટ્રેડિંગ' (ધારાસભ્યોની ખરીદ-વેચાણ)ની ફરિયાદ ચૂંટણી પંચને કરવાની વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ સોમવારે પ.બંગાળના શ્રીરામપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, ‘દીદી (મમતા બેનર્જી), આ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તમારા ધારાસભ્યો પણ તમારો સાથ છોડી દેશે. તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને બીજેપીના ચૂંટણી જીત્યા બાદ તમારા બધા ધારાસભ્યો તમને છોડી દેશે. તમારા પગ નીચેથી રાજકીય જમીન સરકી ગઇ છે.’