નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે રાયબરેલીમાં બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રિયંકાએ કાર્યકર્તાને સંબોધન કરતા ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જેઓ હાલમાં ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યાં છે તે સૌથી મોટા ભ્રષ્ટાચારી છે અને ધર્મની વાત કરનારા સૌથી મોટા અધર્મી છે. કાર્યકર્તાઓને તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ અને અધર્મીઓથી તમારે દૂર રહેવાનું છે.

પ્રિયંકાએ કહ્યું કે, ‘દેશમાં ફાસીવાદી તાકતો શાસન કરી રહી છે. આ ફાસીવાદીઓને ઉખાડી ફેકવાનું છે. આ કામ કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે.

પ્રિયંકાએ કહ્યું કે “દાદી અને પિતાના અવસાન બાદ રાયબરેલી અને અમેઠીના લોકોએ જ અમારા પરિવારને સંભાળ્યો અને સાથ આપ્યો. જ્યારે જ્યારે મુશ્કેલી આવી ત્યારે તમે લોકો સાથે ઊભા રહ્યા.” તેમણે કહ્યું કે રાયબરેલીની જનતા પાસેથી હું સંઘર્ષ કરવા, આંદોલન કરવા અને રાજનીતિ કરવાનું શીખી છું. હું તમારા દમ પર પાર્ટીમાં સક્રીય થઈ છું. પ્રિયંકાએ કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું કે મારા ભાઈ અને માતાને ભારે મતથી જીતાડીને મારું પણ સન્માન રાખજો.

દિલ્લીની દોડઃ કોંગ્રેસે કરાવેલા આંતરીક સર્વેમાં કેટલી બેઠકો પર ગુજરાતમાં જીતશે? જુઓ વીડિયો