હાલમાં રાફેલ ડીલ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર જાહેર મંચો પરથી પીએમ મોદી પર રાફેલ ડીલને લઇને નિશાન સાધી રહ્યાં છે. આવામાં રાફેલની સુપ્રીમમાં ફરીથી સુનાવણીનો નિર્ણય મોદી સરકાર માટે મોટો ઝટકો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. આ પહેલા અરજીકર્તાને 15 માર્ચે થયેલી સુનાવણીમાં કહ્યુ હતુ કે રાફેલ ડીલના દસ્તાવેજો લીક થયા સંબંધિત પ્રાથમિક આપત્તિઓ પર ફેકસ કરો.