વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, કેરાલામાં એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યાં છે. જ્યારે તેમનો ટ્રાન્સલેટર ઇંગ્લિશનું કેરાલાની ભાષા- મલયાલમમાં ટ્રાન્સલેટ કરી રહ્યો છે.
રાહુલ ગાંધી ઇંગ્લિશમાં બોલે છે કે, મોદી લોકો કહે છે કે, મને વડાપ્રધાન નહીં ચોકીદાર બનાવો. પણ આ વાત રાહુલનો ટ્રાન્સલેટર સમજી ના શક્યો અને સ્ટેજ પર કૉમેડી થઇ ગઇ. ત્યારબાદ ફરીથી અનિલ અંબાણી અને રાફેલ મુદ્દે પણ ટ્રાન્સલેટર રાહુલની ઇંગ્લેશ સમજી ના શક્યો. રાહુલ ગાંધી વારંવાર ટ્રાન્સલેટરને સમજાવતા રહ્યાં. આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્વારા જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે.