કૃષ્ણાગિરીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કર્યો, રાહુલે આરોપ લગાવતા કહ્યુ કે, પીએમ મોદી પોતાના 15 મિત્રો માટે જ સરકાર ચલાવી છે, અને તે બેન્કનો ભારે દેવુ ચૂકવવામાં નાકામ થયેલો વિજય માલ્યા પણ હજુ સુધી જેલમાં નથી આવ્યો.


કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર સીધો હુમલો કર્યો, કહ્યું નિરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બેન્કોમાંથી દેવુ કરીને દેશની બહાર ભાગી ગયા, હજુ સુધી એક પણ જેલમાં નથી પહોંચ્યુ.



આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી પોતાના 15 દોસ્તો માટે સરકાર ચલાવે છે. વડાપ્રધાને નિરવ મોદીને 35 હજાર કરોડ રૂપિયા, મેહુલ ચોક્સીને 35 હજાર કરોડ રૂપિયા અને વિજય માલ્યાને 10 હજાર કરોડ રૂપિયા આપ્યા. છેલ્લા પાંચ વર્ષમાં મોદીએ 15 લોકો માટે જ સરકાર ચલાવી છે અને તમે તેમના નામ જાણો છો.