જે સ્ક્રીન શોટ રાહુલ ગાંધીએ શેર કર્યો છે તેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે. આ શબ્દોને રાહુલ દ્વારા વડાપ્રધાન મોદી પરનો કટાક્ષ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં જે સ્ક્રીન શોટ લગાવ્યો છે તેમાં જમણી બાજુ કોંગ્રેસની જાહેરાત પણ નજરે પડે છે.
રાહુલે જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ ઓક્સફોર્ડ ડિક્શનરીના લાઈવ સેક્શનમાં સર્ચ કર્યુ છે. પરંતુ તે સેક્શનમાં સર્ચ કરવાથી ડિક્શનરી જણાવે છે કે આવો કોઈ જ શબ્દ નથી. ગૂગલ સર્ચ એન્જિનમાં પણ શોધવામાં આવતા આવો કોઈ જ શબ્દ નથી મળતો, પરંતુ તેની જગ્યાએ Modilie શબ્દ સાથે જોડાયેલા સમચારો મળી આવે છે.
રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના મુદ્દા પર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા અને કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવ્યા કરતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ આજે દેશ મોદીની મજાક ઉડાડી રહ્યું છે.