Lok sabha Election 2024: લોકસભાની ચૂંટણીની ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ લોકશાહીના પાવન પર્વમાં આચારસંહિતાનો ભંગ કરતા કેટલાક વીડિયો સામે આવ્યા છે. ચૂંટણીના આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક વીડિયો તાજેતરના મતદાન મથકના વાયરલ થયા છે. શું છે સમગ્ર ઘટના જાણીએ...


લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના અવસરે નિયમોને નેવે મૂકતા કેટલાક વીડિયો વાયરલ થયા છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ વિવાદમાં આવ્યા છે.મતદાન કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ કરતા હિતેન્દ્રસિંહ વિવાદમાં ફસાયા છે.મત આપતો ફોટો સોશલ મીડિયામાં વાયરલ  થયા છે.  


બનાસકાંઠામાં મતદાનની ગુપ્તતા ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.એક વૃદ્ધા મતદાન કરતા હોય તેવો વીડિયો વાયરલ  થયો છે. વાયરલ વીડિયોમાં વૃદ્ધા કયા પક્ષને મત આપે છે તે સ્પષ્ટ દેખાતું હોવાના વીડિયો સામે આવ્યાં છે. તો રાજકોટમાંથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં  પણ મતદાનની ગુપ્તતા ભંગનો વીડિયો  સામે આવ્યો છે.


સવાર સવારમાં 6 થી 7 જગ્યાએ EVM મશીન ખોટકાયું


લોકશાહીના આ મોટા પર્વને લોકો ધામધૂમથી ઉજવી રહ્યાં છે, પરંતુ આ બધાની ગુજરાતમાં કેટલીક જગ્યાએથી ખરાબ સમાચારો પણ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, સવાર સવારમાં જ ગુજરાતમાં 6 થી 7 જગ્યાએ EVM મશીન ખોટકાયા છે, અને કેટલાય મતદારોને મતદાન કર્યા વિના જ પાછું ફરવું પડ્યુ હતુ. જાણો ગુજરાતમાં ક્યા ક્યાં EVM મશીનો ખોટકાયા


સવાર સવારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મતવિસ્તારમાં જ EVM મશીન ખોટકાયુ હતુ, નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ. EVM બંધ થતા MLA રાકેશ દેસાઈ પરત ફર્યા હતા. બાદમાં EVM બદલવાની પ્રક્રિયા અને કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરાઇ હતી. 


ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ. 


આ ઉપરાંત નવસારીમાં બૂથ નંબર-9 પર EVM બંધ પડી ગયું હતુ. EVM બંધ પડતાં અહીં મતદાન 30 મિનિટ મોડું શરૂ કરાયુ હતુ. 


જુનાગઢમાં પ્રાથમિક શાળા નં-4માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન બદલવામાં આવ્યુ હતુ, અચાનક મશીન ખોટકાતા મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ.


મોરબીમાં EVMમાં ટેકનિકલ ખામીથી મશીન ખોટકાયુ હતુ. મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, જેના કારણે મતદાન અટક્યું હતુ.


વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ  હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ.