નામાંકન દરમિયાન તેની સાથે ભાઇ બૉબી દેઓલ પણ સાથે રહ્યો હતો. સની દેઓલની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યાં હતાં. સનીએ પોતાનું અસલી નામ ‘અજય સિંહ દેઓલ’ નામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
સની દેઓલ નામાંકન બાદ એક રેલી કરશે, ત્યારબાદ તે મુંબઇમાં મત આપવા જશે. 1 મે બાદ સની દેઓલ સતત પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરશે. તેમના પિતા ધર્મેન્દ્ર અને ભાઇ બૉબી પણ તેની સાથે પ્રચારમાં જોડાશે. સની દેઓલની ટક્કર કોંગ્રેસના સુનીલ જાખડ સાથે છે.