પટનાઃ લોકસભા ચૂંટણીની સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. રાજકીય પાર્ટીઓ જનતાને પોતાના વાયદાઓ કરી રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓ કર્યા બાદ આજે બીજેપી પણ સંકલ્પ પત્ર રજૂ કરી શકે છે. જોકે, આ બધાની વચ્ચે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDએ બિહારમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.


RJD નેતા તેજસ્વી યાદવે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું કે, પછાત લોકો, દલિતોને વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવશે. પ્રમૉશનમાં અનામત માટે પગલાં ભરવામાં આવશે. 200 પૉઇન્ટ રૉસ્ટરને બંધારણીય દરજ્જો અપાવવામાં આવશે.



તેજસ્વીએ વધુમાં કહ્યું કે, અનામતનો દાયરો તુટ્યુ છે એટલા માટે જેની જેટલી વસ્તી હશે તે પ્રમાણે તેમની ભાગીદારી આપીશુ. મંડલ કમિશન અનુસાર અનામત આપવામાં આવશે.

તેજસ્વીએ કહ્યું કે, કોંગ્રેસની ન્યાય યોજનાનું અમે સમર્થન કરીએ છીએ, ન્યાય યોજના અંતર્ગત કોંગ્રેસે દેશના 20 ગરીબો પરિવારોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાની જાહેરાત કરી છે. હાલમાં કોંગ્રેસ અને આરજેડીનું બિહારમાં ગઠબંધન છે.